24,200ની ઉપર પહોંચતા બજારમાં ફરી વધ્યો આત્મવિશ્વાસ

ભારતીય શેરબજારમાં તાજેતરના ઘટાડા બાદ સતત બીજા ટ્રેડિંગ સેશનમાં મજબૂત રિકવરી જોવા મળી છે. Nifty 24,200ની ઉપર બંધ થતાં રોકાણકારોમાં ફરી સકારાત્મક માહોલ બન્યો છે. મોટી કંપનીઓના શેરોમાં ખરીદી જોવા મળતા બજારમાં તેજીનો ટ્રેન્ડ ફરી મજબૂત બનતો દેખાઈ રહ્યો છે.

રિયલ્ટી, PSU બેંક અને IT સેક્ટરે બજારને આપ્યો સહારો

આ તેજીમાં સૌથી વધુ ફાળો રિયલ્ટી, PSU બેંક અને IT સેક્ટરે આપ્યો. રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી મોટો વધારો નોંધાયો જ્યારે IT શેરોમાં પણ સારા કોર્પોરેટ પરિણામોના કારણે ખરીદી વધી. મેટલ, બેંકિંગ, એનર્જી અને સ્મોલકેપ-મિડકેપ શેરોએ પણ બજારને મજબૂત સપોર્ટ આપ્યો.

WhatsApp Image 2026-07-11 at 2.18.56 AM.jpeg

એક્સપર્ટ્સ મુજબ હવે આ લેવલ પર રહેશે સૌની નજર

માર્કેટ વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે 24,350થી 24,400નો ઝોન Nifty માટે મહત્વનો રેઝિસ્ટન્સ છે. જો ઇન્ડેક્સ આ લેવલની ઉપર સ્થિર રહે છે તો આગામી દિવસોમાં 24,550 અને ત્યારબાદ 24,700 સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. બીજી તરફ 24,050થી 24,000નો વિસ્તાર મહત્વનો સપોર્ટ માનવામાં આવી રહ્યો છે. બજારની આગામી દિશા હવે મોટા ભાગે પ્રથમ ક્વાર્ટરના કંપનીઓના પરિણામો પર નિર્ભર રહેશે.

WhatsApp Image 2026-07-11 at 2.16.40 AM.jpeg

Bank Nifty માટે પણ મજબૂત ટેક્નિકલ સંકેતો

Bank Niftyએ પણ પોતાની તેજી જાળવી રાખી છે અને મહત્વના ટેક્નિકલ લેવલ ફરી મેળવ્યા છે. નિષ્ણાતોના મતે 58,500થી 58,600નો વિસ્તાર આગામી રેઝિસ્ટન્સ રહેશે. જો આ ઝોન પાર થાય તો ઇન્ડેક્સ 59,000થી 59,500 સુધી પહોંચી શકે છે. જ્યારે 57,600થી 57,500નો વિસ્તાર નજીકનો મહત્વપૂર્ણ સપોર્ટ માનવામાં આવી રહ્યો છે. જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર રહે અને કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબ આવે તો બજારની તેજીને વધુ મજબૂતી મળી શકે છે.