1 કલાક સ્વિમિંગથી કેટલી કેલરી બર્ન થાય? જાણો સાચું ગણિત
વજન ઘટાડવા માટે સ્વિમિંગ કેમ છે શ્રેષ્ઠ વિકલ્પ?
આજના સમયમાં વજન ઘટાડવા અને શરીરને ફિટ રાખવા માટે સ્વિમિંગ સૌથી લોકપ્રિય એક્સરસાઇઝમાંની એક બની ગઈ છે. જીમમાં ભારે વર્કઆઉટ કરવાની જગ્યાએ ઘણા લોકો સ્વિમિંગ પસંદ કરે છે, કારણ કે તેમાં આખા શરીરની કસરત થાય છે અને સાંધા પર વધારે દબાણ પણ પડતું નથી. નિયમિત સ્વિમિંગથી સ્ટેમિના, હાર્ટ હેલ્થ અને મસલ્સની ક્ષમતા સુધરવામાં પણ મદદ મળે છે.
રોજ 1 કલાક સ્વિમિંગથી કેટલી કેલરી બર્ન થાય?
જો કોઈ વ્યક્તિ રોજ લગભગ 1 કલાક સ્વિમિંગ કરે છે, તો સરેરાશ 400થી 700 કેલરી સુધી બર્ન થઈ શકે છે. જોકે, આ આંકડો દરેક વ્યક્તિ માટે એકસરખો હોતો નથી. શરીરનું વજન, સ્વિમિંગ કરવાની રીત અને મહેનતનું સ્તર જેટલું વધારે હશે, તેટલી વધુ કેલરી બર્ન થવાની શક્યતા રહે છે.

વજન અને સ્પીડ પ્રમાણે બદલાય છે કેલરી બર્ન
શરીરનું વજન વધુ હોય તો પાણીમાં આગળ વધવા માટે શરીરને વધુ ઊર્જા ખર્ચવી પડે છે. તેથી વધુ વજન ધરાવતા લોકો સમાન સમયગાળામાં વધુ કેલરી બર્ન કરી શકે છે. બીજી તરફ, જો તમે ધીમી ગતિએ સ્વિમિંગ કરો છો તો અંદાજે 400થી 500 કેલરી બર્ન થઈ શકે છે, જ્યારે સતત ઝડપી ગતિએ લેપ્સ પૂર્ણ કરવાથી 600થી 700 કેલરી અથવા તેથી વધુ પણ બર્ન થઈ શકે છે.
કયા સ્વિમિંગ સ્ટ્રોકમાં સૌથી વધુ કેલરી બર્ન થાય છે?
સ્વિમિંગની અલગ-અલગ સ્ટાઈલ મુજબ પણ કેલરી બર્નમાં ફરક પડે છે. બટરફ્લાય સ્ટ્રોક સૌથી વધુ મહેનત માંગે છે અને તેમાં એક કલાકમાં અંદાજે 700થી 800 કેલરી સુધી બર્ન થઈ શકે છે. જ્યારે ફ્રીસ્ટાઈલ (ક્રોલ) દ્વારા લગભગ 500થી 600 કેલરી અને બ્રેસ્ટસ્ટ્રોક તથા બેકસ્ટ્રોક દ્વારા સરેરાશ 400થી 500 કેલરી સુધી બર્ન થઈ શકે છે.
