ઈરાની અખબારની હેડલાઈનથી ચર્ચા
અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રાહમના મૃત્યુ બાદ ઈરાનના સરકારી અખબાર 'હમશહરી'માં પ્રકાશિત થયેલી એક હેડલાઈનને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ છે. અખબારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત કેટલાક અમેરિકી અને ઈઝરાયેલી નેતાઓને સંબોધતા "અચાનક મૃત્યુ માટે તૈયાર રહો" એવો ઉશ્કેરણીજનક સંદેશ પ્રકાશિત કર્યો છે.
પ્રથમ પેજ પર વિવાદાસ્પદ તસવીર
અખબારે પોતાના પહેલા પાના પર ડોનાલ્ડ ટ્રમ્પને લિન્ડસે ગ્રાહમની તસવીર પાસે દર્શાવતી એક પ્રતીકાત્મક તસવીર પણ પ્રકાશિત કરી હતી. તેમાં અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત અન્ય અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
સરકારી મીડિયામાં પણ ઉશ્કેરણીજનક નિવેદન
ઈરાનના સરકારી મીડિયાના એક ન્યૂઝ પ્રેઝેન્ટરે ગ્રાહમના મૃત્યુ અંગે નિવેદન આપતાં કહ્યું કે તેઓ ઈરાની રાષ્ટ્રને અભિનંદન પાઠવે છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને અમેરિકામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ટ્રમ્પના સમર્થકોએ પણ સમગ્ર ઘટનાની તપાસની માંગ કરી છે.
ગ્રાહમ ઈરાનના કટ્ટર વિરોધી હતા
લિન્ડસે ગ્રાહમ લાંબા સમયથી ઈરાનની નીતિઓના કડક વિરોધી માનવામાં આવતા હતા. તેમણે ઈઝરાયલને ખુલ્લો ટેકો આપ્યો હતો, યુક્રેનને સૈન્ય સહાયનું સમર્થન કર્યું હતું અને અનેક પ્રસંગોએ ઈરાનના વર્તમાન શાસન વિરુદ્ધ કડક નિવેદનો આપ્યા હતા.
