ODI શ્રેણીની હાર બાદ હવે 2027 વર્લ્ડ કપ પર ફોકસ

ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ODI શ્રેણીમાં ભારતને 2-1થી હાર મળ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનું ધ્યાન 2027 વનડે વર્લ્ડ કપની તૈયારી પર કેન્દ્રિત થયું છે. શ્રેણી દરમિયાન કેટલાક ખેલાડીઓએ પ્રભાવશાળી રમત દેખાડી, જ્યારે કેટલાક મળેલી તકનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા. હવે આગામી શ્રેણીઓમાં ટીમ મેનેજમેન્ટ નવા વિકલ્પો અજમાવી શકે છે.

શિવમ દુબેનું સ્થાન જોખમમાં?

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં શિવમ દુબેને તક આપવામાં આવી હતી. જોકે, ઈંગ્લેન્ડ સામેની બે મેચમાં તે બેટ અને બોલ બંનેથી ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. તેણે બે વિકેટ લીધી હતી, પરંતુ બેટિંગમાં એક ઇનિંગમાં શૂન્ય રને આઉટ થયો હતો. તેના પ્રદર્શન બાદ તેની પસંદગી અંગે ચર્ચા તેજ બની છે.

ઈશાન કિશન અપેક્ષા મુજબ રમી શક્યો નહીં

અફઘાનિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ ઈશાન કિશનને ODI ટીમમાં તક મળી હતી. પરંતુ ઈંગ્લેન્ડ સામેની ત્રણ ઇનિંગમાં તે માત્ર 71 રન જ બનાવી શક્યો. વિકેટકીપર-બેટ્સમેન તરીકે અપેક્ષિત પ્રદર્શન ન મળતાં આગામી શ્રેણીઓમાં તેના સ્થાન પર પણ પ્રશ્નો ઊભા થયા છે.

WhatsApp Image 2026-07-21 at 12.19.42 AM.jpeg

પ્રિન્સ યાદવ માટે ડેબ્યૂ યાદગાર રહ્યું નહીં

યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવને અંતિમ ODIમાં તક મળી હતી. જોકે, તેણે પોતાના 10 ઓવરમાં 79 રન આપીને માત્ર એક વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન બાદ આગામી ODI શ્રેણી માટે તેની પસંદગી અંગે ટીમ મેનેજમેન્ટ ફરી વિચાર કરી શકે છે.

પસંદગી અંગે અંતિમ નિર્ણય હજુ બાકી

હાલમાં આ ત્રણેય ખેલાડીઓ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, તાજેતરના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ક્રિકેટ વર્તુળોમાં એવી ચર્ચા છે કે આગામી ODI શ્રેણીમાં ટીમ મેનેજમેન્ટ નવા ખેલાડીઓને તક આપી શકે છે.