જ્યોતિષીય ઘટનાથી વધશે અસર

જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, ધન, સંતાન, લગ્ન અને ધાર્મિક કાર્યોના કારક માનવામાં આવે છે. હાલમાં ગુરુ કર્ક રાશિમાં અસ્ત હોવાથી તેમના શુભ પ્રભાવમાં ઘટાડો જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિના જાતકો માટે જીવનના વિવિધ ક્ષેત્રોમાં પડકારો ઊભા થઈ શકે છે.

ક્યારે સુધી રહેશે ગુરુ અસ્ત?

જ્યોતિષીય ગણતરી અનુસાર 15 જુલાઈ 2026થી 12 ઓગસ્ટ 2026 સુધી ગુરુ અસ્ત અવસ્થામાં રહેશે. પરંપરાગત જ્યોતિષીય માન્યતાઓ મુજબ આ સમય દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ, નવા ઘરનું નિર્માણ અને અન્ય શુભ કાર્યો ટાળવાની સલાહ આપવામાં આવે છે.

આ 5 રાશિના જાતકોએ રાખવી પડશે ખાસ સાવધાની

કર્ક રાશિના જાતકોને સ્વાસ્થ્ય અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે નોકરી અને કાર્યસ્થળ પર પડકારો આવી શકે છે. જ્યારે મકર અને સિંહ રાશિના જાતકો માટે અણધાર્યા ખર્ચ વધવાની શક્યતા હોવાથી આર્થિક આયોજન પર ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે.

નકારાત્મક અસર ઘટાડવા માટેના ઉપાયો

જ્યોતિષીય માન્યતા મુજબ ભગવાન વિષ્ણુ અથવા બૃહસ્પતિ દેવની ઉપાસના કરવી લાભદાયી માનવામાં આવે છે. 'ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ગુરુવે નમઃ' મંત્રનો જાપ, પીળી વસ્તુઓનું દાન, વાણીમાં સંયમ રાખવો તેમજ વડીલો અને ગુરુજનોનું સન્માન કરવું શુભ માનવામાં આવે છે.

નોંધ

આ માહિતી જ્યોતિષીય માન્યતાઓ અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. તેનો વૈજ્ઞાનિક આધાર હોવાનો દાવો કરવામાં આવતો નથી. વાચકોએ તેને શ્રદ્ધા અને વ્યક્તિગત માન્યતા મુજબ જ સ્વીકારવી.