અમદાવાદમાં વગર વરસાદે ફરી રસ્તો ધસી પડ્યો

અમદાવાદ શહેરમાં વરસાદ વગર પણ રસ્તા ધસી પડવાની ઘટનાઓ યથાવત્ જોવા મળી રહી છે. શહેરના રાજપથ રંગોલી રોડ પર અચાનક મોટો ભૂવો પડતાં ત્યાંથી પસાર થઈ રહેલી એક કારનો આગળનો ભાગ તેમાં ફસાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ભૂવામાં ફસાઈ ગઈ કાર

પ્રાપ્ત માહિતી મુજબ, રસ્તો અચાનક ધસી પડતાં કારનો આગળનો ભાગ સીધો ભૂવામાં ઉતરી ગયો હતો. ઘટનાથી કારચાલક ગભરાઈ ગયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

WhatsApp Image 2026-07-18 at 12.36.53 AM.jpeg

રસ્તાઓની ગુણવત્તા પર ફરી સવાલ

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ હોય કે ન હોય, શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ બનાવ બાદ ફરી એકવાર રસ્તાની ગુણવત્તા અને જાળવણી અંગે પ્રશ્નો ઉભા થયા છે. AMCની કામગીરી અંગે પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.